Only for Government Employees
પહેલી વાર પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવા માટેના પગલા:-
૧. |
- ઉમેદવારે પોતાનો મોબાઈલ નંબર, ઈ-મેલ આઈડી, પૂરું નામ દાખલ કરવું.
- ઉમેદવારે પોતાની સર્વિસબુક મુજબ નીચેના વિકલ્પોમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવો:
ઉચ્ચ પગારધોરણ (Higher Scale), બઢતી (Promotion), લાંબાગાળાની નિમણૂંકની બહાલી (Confirmation of Appointment)
- આ વિકલ્પ પસંદ કર્યા બાદ તેની પેન્ડીંગ તારીખ સર્વિસબુકમાંથી જોઇને દાખલ કરવી.
- આટલું કર્યા બાદ "Submit" પર ક્લિક કરવાથી ઉમેદવારને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) તરફથી એક ઈ-મેલ મળશે જેમાં ઉમેદવારનો એપ્લીકેશન નંબર અને પાસવર્ડ લખેલો હશે.
|
૨. |
- ઉમેદવારે ઈ-મેલમાં મળેલ એપ્લીકેશન નંબર અને પાસવર્ડથી લોગીન કરવું.
- અહીં ઉમેદવારે માંગેલ સંપૂર્ણ માહિતી પોતાના હાજર રેકોર્ડ્સ પ્રમાણે ભરવી.
|
૩. |
ઉમેદવારે પોતાનો ફોટો અને સહી દર્શાવેલ સુચનાઓ મુજબ અપલોડ કરવા. |
૪. |
- ઉમેદવારે દર્શાવેલ સુચના સંપૂર્ણ વાંચીને I Agree થી શરુ થતા બોક્સમાં ટીક કરવું. આ કર્યા પછી જ ફોર્મ SAVE & LOCK કરી શકાશે.
- ઉપર દર્શાવેલ સ્ટેપ ૧ થી ૩ માં માંગેલ બધી જ માહિતી ભરી દીધા બાદ SAVE & LOCK પર ક્લિક કરવાથી માહિતી સેવ થઇ જશે અને પછીથી બદલી શકાશે નહિ.
- ફોર્મ SAVE & LOCK કર્યા પછી પરીક્ષા ફી ભરવાની ઓનલાઈન પ્રક્રિયા થશે અને જે માટે ઉમેદવારે સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે આગળ વધવું. પરીક્ષા ફી રૂ.૧૦૦ (માત્ર થીયરી પરીક્ષા માટે), રૂ.૧૦૦ (માત્ર પ્રેક્ટીકલ પરીક્ષા માટે), અને રૂ.૨૦૦ (થીયરી અને પ્રેક્ટીકલ પરીક્ષા માટે) છે.
- ફી ભરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂરી થયા બાદ ઉમેદવારને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) તરફથી એક ઈ-મેલ મળશે જેમાં ઓનલાઈન ભરેલ પરીક્ષા ફી ની તારીખ, ફી ની રકમ, ePay Ref. Id, MerchantOrderNo અને status: SUCCESS લખેલું હશે. જો આ મુજબનો ઈ-મેલ ના મળે તો ઉમેદવારે સ્વયં ccc@gtu.edu.in પર ઈ-મેલ કરવો.
- ઉમેદવારે GENERATE FORM પર ક્લિક કરવું. આમ કરવાથી એપ્લીકેશન ફોર્મની એક PDF બનશે જેની એક પ્રિન્ટ કોપી કાઢવાની રહેશે.
|
૫. |
એપ્લીકેશન ફોર્મ GTUમાં જમા કરવા માટેની વિગતો
પ્રિન્ટેડ એપ્લીકેશન ફોર્મમાં ઉમેદવારે યોગ્ય જગ્યાએ પોતાની સહી કરવાની રહેશે. ઊપરાંત ખાતાના વડા/આચાર્યની સહી તથા સિક્કો કરાવાના રહેશે.આ સહી તથા સિક્કા વગરના ફોર્મ અધૂરા ગણાશે અને સ્વીકારવામાં આવશે નહિ.
GTU-ચાંદખેડામાં નીચેનાં ડોક્યુમેન્ટ્સ વ્યક્તિગત આવીને અથવા સ્પીડપોસ્ટથી દર્શાવેલ સરનામાં પર (જાહેર રજાના દિવસો સિવાય) સુધીમાં પહોચાડવાના રહેશે.
- ઓરીજીનલ રજીસ્ટ્રેશન ફોર્મ ઉમેદવારની સહી તથા સક્ષમ અધિકારીની સહી અને સિક્કા સાથે.
- પાનકાર્ડની એક નકલ
સરનામું:
કુલસચિવશ્રી,
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી
વિશ્વકર્મા સરકારી કોલેજ ની પાસે,
વિસત ત્રણ રસ્તા ની પાસે, વિસત-ગાંધીનગર હાઇવે, ચાંદખેડા
અમદાવાદ – ૩૮૨૪૨૪, ગુજરાત
(Envelope ના ઉપરના ખૂણા પર CCC EXAM REGISTRATION FORM લખવાનુ રહેશે.)
|
|
અરજી ફોર્મની કોઈપણ પ્રશ્ન/સમસ્યા અંગે કૃપા કરીને "ccc@gtu.edu.in" પર મેઇલ કરવો. |
|